No quotes are currently available.
DN

Dr. Nimit Oza

All Quotes by Dr. Nimit Oza

દરેકની નજરમાં હીરો બનવાનું છોડી દઈએ, તો જીવન બહુ સરળ થઈ જાય છે. કેટલાકની નજરમાં આપણે નિષ્ફળ, નકામા કે નવરા જ રહેવાના. બસ, એટલું સ્વીકારી લઈએ તો ઘણી માનસિક શાંતિ મળશે.

Dr. Nimit Oza

જ્યારે તમે ખરેખર જાતને પ્રાથમિકતા આપવા માંડો છો ત્યારે અમૂકને ગુમાવવા લાગો છો. તમારા ઉપેક્ષિત સ્વ-હિતથી જેટલા લોકોને લાભ મળતો, એ બધા હવે દૂર ચાલ્યા જશે. ધેટ્સ ઓકે. આત્મ-પોષણ માટે કેટલાક પરોપજીવીઓનું દૂર જવું આવશ્યક હોય છે.

Dr. Nimit Oza

નિરક્ષર પાસે રહેવાથી જ્ઞાનકોશનું મહત્વ ઘટતું નથી. કેટલાક લોકોને દરેકની કિંમત ખબર હોય છે, પણ મૂલ્ય ખબર નથી હોતું. જો કોઈ તમને વાંચી કે સમજી નથી શકતું, તો એ એમની નિરક્ષરતા છે. એમના ‘કલર બ્લાઇન્ડ’ હોવાથી આપણા રંગો ઓછા નથી થવાના. જો કોઈ આપણી પ્રતિભા, સારપ, કે સફળતાની કદર નથી કરતું, તો એની ફરિયાદ શું કરવાની ? કોઈની પ્રશંસા, કદર, કે સમર્થનનું મહોતાજ હોય, એવું તેજ શું કામનું ? જેઓ ઈર્ષા, અજ્ઞાન, કે પૂર્વગ્રહોથી બળતા હોય, તેમને દીવાનો પ્રકાશ પણ દઝાડશે જ. એમની ચિંતા કર્યા વગર, ચમક્યા કરો.

Dr. Nimit Oza

જે છૂટી ગયું હોય કે છોડી દીધું હોય એને ક્લેઈમ કરવા ક્યારેય પાછા ન ફરવું. ભૂતકાળ બનેલી ક્ષણો પર દાવો કરવાથી ક્યારેક આપણે ફરી એ જ બેડીઓમાં પ્રવેશી જઈએ છીએ, જેમાંથી માંડ છુટકારો મેળવેલો. એ ક્ષણો ગમ્મે તેટલી સુખદ હોય, ભૂતકાળને ફરીથી જીવવાનો પ્રયત્ન કરવો મૂર્ખામી છે. કારણકે લાખ પ્રયત્નો પછી પણ એની એ જ ક્ષણોને આપણે ફરીથી જીવી નથી શકવાના. ભૂતકાળ ગમ્મે તેટલો પોકારે, એને પાછળ વળીને જોવાની ભૂલ ન કરવી. એ સુખદ યાદોને મનોમન ચૂમી લેવી અને આગળ વધવું.

Dr. Nimit Oza

આપણામાં કોઈક ખોટ છે એવી માન્યતા જ ક્યારેક આપણી સૌથી મોટી ખોટ હોય છે.

Dr. Nimit Oza

જીવનમાં કેટલાક ફેરફારો બાહ્ય રીતે અનિચ્છનીય અને નેગેટીવ લાગે છે, પણ હકીકતમાં તેઓ અંદરની બાજુએ મોકળાશ કરતાં હોય છે. એવી જગ્યા બનાવતા હોય છે જ્યાંથી કશુંક નવું ઉગી શકે.

Dr. Nimit Oza

લાયકાત વગરના પુરુષ સામે પોતાની જાત સમર્પિત કરી દીધા પછી, જો દીકરીને એ વાતનો અફસોસ રહ્યા કરે, તો એ નિષ્ફળતા દીકરીની નહીં, એના પિતાની છે. એક દીકરીની સેલ્ફ-વર્થ કેટલી છે, એ યોગ્ય ઉંમરે જો તેને જણાવવામાં ન આવે, તો ‘વલ્નરેબીલીટી’ અને ‘લવ-સિકનેસ’નો બોજો ઉપાડીને તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂતિ અને સમર્થન મેળવવામાં વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્ફ-વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઆલીટી સિવાય બીજું કશું જ નથી હોતું. કેટલા પુરુષો એનામાં ઈન્ટરેસ્ટેડ છે ? એવી વાતમાં જો દીકરી પોતાનું સ્વમાન શોધતી થઈ જાય તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્યા છીએ.

Dr. Nimit Oza